जुलाई 2026

भाषान्तरબોમ્બ ની વાતો/ बमों की बातें     Posted: July 1, 2026

બોમ્બ ની વાતો: અનૂપ મણિ ત્રિપાઠી

                 અનુવાદક : ડૉ. તૃપ્તિ દવે જોશી

 “ નમસ્તે !”  નવા બનેલ બોમ્બે કહ્યું.

 “નમસ્તે !” જૂના બોમ્બે જવાબ આપ્યો.

  “તો, શું તૈયાર છો?”

  “શા માટે!”

 “ફૂટવા માટે!”

“જો તું કોઈ હોસ્પિટલ, કોઠાર ,કારખાના પર પડ, તો તને કેવુ લાગશે?” જૂના બોમ્બે પૂછ્યું.

“મારે મારું કામ કરવાનું છે, એનું પરિણામ નથી જોવાનું!” નવા બોમ્બે જવાબ આપ્યો.

“સારું, પહેલાં એ તો કહે કે તારી અંદર શું શું છે!” થોડો સમય શાંત રહીને જૂના બોમ્બે પૂછ્યું.

“દારૂગોળો,રસાયણો અને ઘણું બધું!” નવા બોમ્બે જવાબ આપ્યો.

“ખોટું!”

“તો પછી!”

“તારી અંદર કોઈ મજૂરના ભાગની ચોરેલી રોટલી, કોઈ વૃદ્ધનું રોકેલું પેન્શન, કોઈ બાળકનાં હાથમાંથી છીનવી લીધેલ પુસ્તક, જંતુનાશક દવા પીધેલ કોઈ ખેડૂત, પ્રસવ વેદનાથી પીડિત મૃત્યુ પામી રહેલ મહિલાની એમ્બ્યુલન્સ માટે ની પ્રતિક્ષા, મોટાં શેઠની ચાલાકી, આંતરરાષ્ટ્રીય નેતાની નવી ચાલની તૈયારી અને કોઈ નવજાત બાળકની ચીસ(કલબલાટ) પણ ખરી……..”

“તું તો ખૂબ જ ભરાઈને બેઠો છે મિત્ર! ક્યાંક બેઠાં બેઠાં જ ન ફાટી જતો!”નવા બોમ્બે વ્યંગ્ય સાથે કહ્યું.

“પરંતુ નિષ્ણાંત તો મને ભેજવાળો(નરમ) કહે છે!” જૂના બોમ્બે પોતાની હાલત વર્ણવી.

“તું ભેજવાળો નહીં ,હચમચી ગયેલ છો!”નવો બોમ્બ મસ્તીમાં બોલ્યો.

“હું હચમચેલો કેવી રીતે છું?૧”જૂના બોમ્બે પૂછ્યું.

“ કારણકે મારી અંદર રસાયણો છે અને તારી અંદર રાસાયણિક અસંતુલ છે!” નવા બોમ્બે કડકાઈ થી કહ્યું.

“તો હું હચમચી ગયેલ છું?”

“હા, કોઈ શંકા નથી!”

“જો હું હચમચી ગયો છું, તો તું તો મૂર્ખ જ છો.”

“કેવી રીતે?”

“તું ફૂટીને હુકમ ચલાવવા જાય છે!”

“અને તું નરમ બનીને શું કરે છે ?”નવા બોમ્બે ગુસ્સે થઈને પૂછ્યું.

“હું મારી ફરજ બજાવી રહ્યો છું!” જૂના બોમ્બે વિનમ્રતાથી જવાબ આપ્યો.

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine