અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી
સરકારે પરદેશથી એક મશીન(યંત્ર) મંગાવ્યું, જે તપાસ કરીને બતાવતું હતું કે તેના પર ઉભા રાખવામાં આવેલ વ્યક્તિ લોકતંત્રનો મિત્ર છે કે દુશ્મન?
વિભાગીય મંત્રીએ મશીનની તપાસ માટે સૌથી પહેલા વ્યવસ્થા ના વિરોધના ગુનાહ માં પકડેલ એક યુવકને તેના પર ઉભો રાખ્યો. મશીન ની સ્ક્રીન પર લીલા રંગમાં લખાઈને આવ્યું – મિત્ર.
મંત્રીજી સાથે દરેક તપાસ કરનાર કર્મચારી આશ્ચર્યમાં પડી ગયા. ક્રોધિત થઈને છેલ્લે મંત્રીજી પોતે મશીન પર ઉભા રહ્યા. સ્ક્રીન પર લાલ રંગમાં લખાઈને આવ્યું – દુશ્મન.
મંત્રીજી ક્રોધ થી લાલ પીળા થઈ ગયા અને લેખિત કરી નાખ્યું કે હિન્દુસ્તાનની આબોહવા પ્રમાણે યોગ્ય નથી. (ઊલટું વાંચન)રિવર્સ રીડિંગ આપે છે ; માટે પાછું મોકલાવો અને ભવિષ્યમાં ભૂલથી પણ પાછું ન મંગાવવા માં આવે.