जून 2026

भाषान्तरअनुशासन-શિસ્ત     Posted: November 1, 2025

શિસ્ત/હરિશંકર પરસાઈ

અનુવાદ : ડૉ. તૃપ્તિ પી. દવે [ गुजराती अनुवाद-तृप्ति जोशी]

એક શિક્ષક હતા. તે સરકારી નોકરી કરતા હતા. શિક્ષકની પત્ની બીમાર હતી. હોસ્પિટલમાં દાખલ હતી. ત્યારે જ તેની બદલી નો

ઓર્ડર થયો. શિક્ષા વિભાગના ઉચ્ચ અધિકારી તેમની જ પડોશમાં રહેતા હતા. તેનો બંગલો શિક્ષકના ઘરેથી દેખાતો હતો. તે તેમના

બંગલાની સામેથી નીકળતો, ત્યારે તેને સાદર ‘નમસ્તે' કરી લે તો. શિક્ષકે વિચાર્યું, કે સાહેબને વાત કરું, તો તે હાલ પૂરતી મારી બદલી

રોકી દે. તે અધિકારીના ઘરે ગયો. વરંડામાં જ અધિકારીએ પૂછ્યું, – કેમ? શું કામ છે?

– સાહેબ, એક (પ્રાર્થના)વિનંતી છે.

– બોલો.

– મારી પત્ની હોસ્પિટલમાં દાખલ છે. તે ખૂબ બીમાર છે.

– તો?

– મારી બદલી નો ઓર્ડર થઈ ગયો છે.

– તો?

– સાહેબ, મહેરબાની કરીને હાલ પૂરતો મારો બદલી નો ઓર્ડર કેન્સલ કરાવી દો ને.

સાહેબ ગુસ્સે થયા, અને બોલ્યા ; – તમને શિસ્ત ના નિયમો ખબર છે? તમે સીધા જ મને મળવા કેમ આવી ગયા? તમારે ' પ્રોપર

ચેનલ થ્રુ’અરજી કરવી જોઈએ. તમારે તમારા આચાર્યની લેખિત (મંજૂરી)અનુમતિ લઈને મને મળવા આવવું જોઈએ. જાઓ, તમારી

બદલી કેન્સલ નહીં થાય. તમને શિસ્તના ભંગ બદલ ઠપકો પણ મળશે.

શિક્ષકને ઠપકો મળ્યો. ફરીવાર સાહેબને સીધા જ ન મળવાની ચેતવણી પણ મળી. શિક્ષકે બે મહિનાની રજા લઈ લીધી. એક સાંજે

અધિકારીના ઘરમાં આગ લાગી ગઈ. આસપાસના લોકો આગ બુઝાવી રહ્યા હતા.શિક્ષક વરંડામાં ઉભા ઉભા જોઈ રહ્યા હતા. આગ

ઓલવાઈ ગઈ. વધુ નુકસાન ન થયું. બીજા દિવસે શિક્ષક નીકળ્યા, તો અધિકારી સાહેબ દરવાજા પર ઊભા હતા. અધિકારીએ કહ્યું,-

માસ્ટર સાહેબ, કાલે સાંજે મારા ઘરમાં આગ લાગી ગઈ હતી, તો તમે તો ઉભા ઉભા જોઈ રહ્યા હતા. એને ઓલવવા નહીં આવ્યા.

શિક્ષકે નમ્રતા પૂર્વક કહ્યું – સાહેબ, હું (મજબૂર)લાચાર હતો. આચાર્ય સાહેબ બહાર ગયા છે. તેમની લેખિત અનુમતિ વગર હું કેવી

રીતે આવું? તમારે ત્યાં લાગેલી આગ બુજાવવા માટે પ્રોપર ચેનલ થ્રુ આવવું પડે ને !

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine