जून 2026

भाषान्तरતે મકાન માં / उस मकान में     Posted: October 1, 2025

લેખક : મુકેશ વર્મા , गुज़राती अनुवाद -डॉ तृप्ति जोशी/ અનુવાદક : ડૉ.તૃપ્તિ જોશી

             નિવૃત્તિ પછીના બીજા દિવસે અમે જે મકાનમાં પહોંચ્યા,તે શહેરથી થોડે દૂર અર્ધવિકસિત વસાહતમાં બન્યું હતું.મકાન ટેકરી ઊંચાઈ પર હતું. ત્યાંથી ખૂબ સુંદર આકાશ અને દૂરનું તળાવ પાસે દેખાતું હતું. ત્યાં સુધી કે તેનું પાણી પણ દેખાતું હતું. બજાર નહોતી દેખાતી, પરંતુ પાસે હતી. મારી પત્નીએ ખૂબ વિચારીને પસંદ કર્યું હતું. નિવૃત્તિના નજીકના દિવસોમાં કામમાં એટલો વ્યસ્ત હતો કે હું મકાનને પહેલા જોઈ નહોતો શક્યો.પરંતુ કાયમ ની જેમ પત્નીની કાર્યકુશળતા, દૂરંદેશીતા અને ચતુર બુદ્ધિ પર ભરોસો રાખીને નિશ્ચિંત રહ્યો. 

             જ્યારે હું પહેલીવાર ગયો ત્યારે નિવૃત્ત થઈ ચૂક્યો હતો. સામાન ઉતરી રહ્યો હતો. સૌથી પહેલા મેં ટ્રકમાંથી એક ખુરશી ઉતરાવી. વરંડામાં રખાવી અને બેસી ગયો. સિગારેટ સળગાવીને કુતૂહલ થી તે મકાન જોયું. જ્યાં મારે હવે જિંદગીના છેલ્લા દિવસો વિતાવવાના હતા. પછી ફરતા ફરતા બારીને જોઈ જેની નજીક અમારો પલંગ રખાઈ રહ્યો હતો. બારીમાંથી કોઈ એક ડાળ પર નું ફૂલ ફરી ફરીને અંદર આવવા માટે કોશિશ કરતું હતું અને ફરી બહાર જતું હતું. તે રસોડાને જોયું જ્યાં મારી છેલ્લી દાળ રોટલી બનવાના હતા. નાનકડા પૂજા ઘરને પણ જોયો, જ્યાં ખૂબ ટૂંક સમયમાં પત્ની સાથે આસન પર બેસીને મારે ભગવાનની સાથે પોતાનો અને તેનો છેલ્લો સમય પસાર કરવાનો હતો.

           ધીરેથી બહાર ગયો. દરવાજાની સામે થી સીધો એક રસ્તો તળાવ તરફ જતો હતો. તળાવના બીજા છેડે એક સ્મશાન હતું. પાછા ફરતી વખતે પગલા ગણ્યા. અસ્વસ્થ બની પાછો ફર્યો, પરંતુ ખૂબ થાક લાગ્યો. નિવૃત્તિ પછી નો પહેલો લાંબો થાક હતો. મને હસવાનું મન થયું, પરંતુ હસી ના શક્યો. કંઈક અલગ લાગ્યું.

            પાછા ફરીને જોયું. પત્ની વર્તમાનપત્ર વાળા પાસે આવતીકાલથી વધુ વર્તમાનપત્રો લાવવા માટે કહી રહી હતી. સાહેબ હવે વધુ વર્તમાનપત્રો વાંચશે.શયનકક્ષમાં ટીવી એવી જગ્યા પર ગોઠવાયું, જ્યાંથી દિવસ રાત પહોળા થઈ ને કે અડધા સૂતા સૂતા પણ જોઈ શકાય.

          નજીકમાં પુસ્તકોનો કબાટ, ટેબલ પર ટેલીફોન, પાણીનો જગ , ગ્લાસ અને દવાઓની ટ્રે. પલંગની પાસે (બેલ)ઘંટડી જેનાથી ક્યારેય પણ કોઈને પણ તરત બોલાવી શકાય. નજીકમાં દિવાલ પર લગાવેલા કાગળ પર ફેમિલી ડોક્ટર, દીકરાદીકરીઓ, બેંક, પોસ્ટ ઓફિસ, પેન્શન ઓફિસ અને એક બે મિત્રો ના ટેલીફોન નંબર.

            પત્નીએ મારા સૂટ અને બીજા કપડાઓ સુટકેસમાં ભરી દીધા. મારી વારંવાર ના પાડવા છતાં પણ ચાર લેંઘા ઝભ્ભા સીવડાવી દીધા. ધોતિયું પણ લીધું અને સાલ પણ લીધી. એવા ચપ્પલો ખરીદી લાવ્યા કે જેના તળિયા ખરબચડા હોય અને લીસી જમીન પર લપસી જવાય. મેં જોયું કે જ્યાં ચપ્પલ રાખ્યા છે, ત્યાં એક લાકડી પણ રાખી દીધી છે. લાકડી નું હેન્ડલ નરમ અને સુંવાળું હતું. રૂમમાં ક્યાંય એશ ટ્રે હોતી. કચરામાં ફેંકી દીધી હતી. રાત્રિનું ઘોર અંધારું છે. ખૂબ દૂરથી ઢોલ નગારા સાથે ભજન કીર્તનના અસ્પષ્ટ અવાજો ક્યારેક ક્યારેક રહી રહીને સંભળાઈ રહ્યા છે. બાજુમાં સૂતેલી પત્ની ના નસકોરાં ધીમે ધીમે વધઘટ થઈ રહ્યા છે. હું ઊભો થયો. બહાર અગાશી માં આવ્યો.ચાંદનીરાત માં તળાવ નું પાણી ચમકી રહ્યું છે.તેનાથી આગળ સ્મશાન નું અંધારું છે.અંદર આવી મેં ધોતી ઝભ્ભો પહેર્યા. શાલ ઓઢી.પગ માં ચપ્પલ પહેર્યા અને હાથ માં લાકડી લીધી.ડ્રેસિંગ ટેબલ ની સામે ઉભો રહી ગયો.લાઈટ શરૂ કરી.અરીસા માં જાણે એક અજાણ્યો માણસ ઊભો હતો.મને રડવાની ઈચ્છા થઈ, પરંતુ રડી શક્યો. અલગ લાગ્યું. 

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine