जून 2026

भाषान्तरसमाधन /ઉકેલ (गुजराती)     Posted: October 1, 2019

अनुवाद – ख्याति खारोड़

-સુરેશ બાબુ મિશ્રા

“લો, મંત્રીજીની ભલામણ આવી ગઈ.” કમિટીના પ્રમુખે ફોનનું રીસિવર ક્રેડલ પર મૂકતાં કહ્યું.

“અરે, આપણે તો યાદી નક્કી કરી લીધી છે. હવે કોનું નામ કાપી શકાય ?” કમિટીના એક સભ્યે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું.

“પણ મંત્રીજીના માણસને ક્યાંક તો ગોઠવવો પડશે.” પ્રમુખે નિરાશ સ્વરે કહ્યું.

પસંદ કરાયેલા ઉમેદવારોની યાદી પર ફરી વિચારણા ચાલી. “આ અરુણકુમાર તો એમ.એલ.એ. સાહેબનો ખાસ માણસ છે, તો વળી વિનીતકુમારની ભલામણ ચેરમેને પોતે કરી છે.” એક સભ્યે માહિતી આપી. 

‘આ સંજીવ મારા ભત્રીજાનો સાળો છે.” બીજા એક સભ્ય બોલ્યા. “અને આ વિમલ વર્મા મારા સંબંધી છે.” ત્રીજા સભ્ય બોલી ઉઠ્યા. “આ ત્રણ નામ તો મારા માણસોનાં છે.” પ્રમુખે પોતાનાં સંબંધીઓનાં નામ ગણાવ્યાં॰

તો હવે કોનું નામ કાપી શકાય? રામપાલ અને ધર્મદાસ અનુસૂચિત જાતિના છે, એટલે એમનાં નામ તો નહીં કાપી શકાય.

આખી કમિટી અત્યંત ચિંતામાં સરી પડી. આમાં તો ક્યાંય કોઈ રસ્તો સૂઝે, તેમ નહોતો॰

“આ દીપકકુમારનું નામ કાઢી નાંખીએ, તો કેમ રહેશે? એની કોઈએ ભલામણ કરી નથી અને તે અનામત કેટેગરીનો ઉમેદવાર પણ નથી.” એક સભ્યે પોતાનું સૂચન રજૂ કરતાં કહ્યું.

“અરે, પણ એ તો પ્રથમ ક્રમાંકે છે અને મેરિટ લિસ્ટમાં સૌથી ટોચ પર છે.” બીજા સભ્યે પોતાની શંકા આગળ ધરી.

“અરે, એનાથી શું ફેર પડવાનો છે ? તેનું નામ કાઢી નાંખવામાં કશો વાંધો નહીં આવે. છોકરો હોશિયાર છે. તેને ક્યાંકને ક્યાંક નોકરી મળી જ જશે.” પ્રમુખે મૂછમાં હસતાં કહ્યું.

આ કોયડાનો ઉકેલ તો આવો જ હોય. સૌએ એકી અવાજે આ સૂચન સ્વીકારી લીધું. 

-0-

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine