લેખક: બલરામ અગ્રવાલ
અનુવાદક: રજનીકાંત એસ.શાહ- गुजराती अनुवाद; रजनीकान्त एस शाह
છેલ્લા ઘણા દિવસોથી પપ્પા ઘણા ચિંતામાં જણાતા હતા. રૂમમાં જોઈને જતા રહેતા. એ એવા ઉદ્વેગમાં જ એક દિવસ પાસે આવીને ઊભા રહ્યા. પૂછ્યું,“બેટા,આ પંખો કેમ બંધ પડેલો છે?’’
પપ્પા, ઠંડીની સીજનમાં પંખો કોણ ચલાવે? મેં કહ્યું.
“એ ખરું પણ મચ્છર વગેરેથી તો બચાવે છે ને.’’ એમણે કહ્યું, એક કામ કરજે, પંખો બેની સ્પીડમાં ચલાવજે. ’’
“એમના લીધે જ આખી બાંયનું ખમીસ, ઘૂંટીઓ સુધીની લાંબી સલવાર અને પગમાં મોજાં પહેરીને હું વાંચવા બેસું છું. ’’ મેં સમજણ બતાવીને કહ્યું કે “આ જુઓ.’’
“છતાંય’’ પંખો ચાલુ કરીને રેગ્યુલેટર બે પર કરીને કહ્યું કે “પંખો ધીમો ધીમો તો ફરતો તો રહેવો જ જોઈએ.’’ એ દિવસથી એ શાલ ઓઢીને બેસવા લાગી. આજે આવ્યા ત્યારે ઘણા ખુશ હતા. કહેવા લાગ્યા,“તારા રૂમ માટે હું સ્પ્લીટ એ.સી. ખરીદી લાવ્યો છું. થોડીવારમાં મેકેનિક આવીને બેસાડી જશે. હવે પંખાની ઝંઝટ નહિ રહે.’’
“ઓફ સીજનનું રિબેટ મળ્યું કે શું?’’ મેં મલકાઈને પૂછ્યું.
“દીકરા, જરૂર હોય તો વળી ઓફ સીજન શું અને બોફસીજન પણ શું?’’ એમણે કહ્યું.“બસ, લઈ આવ્યો.’’
એજ વેળાએ મેકેનિકની સાથે એ.સી.ની ડિલિવરી પણ આવી ગઈ. બે-ત્રણ કલાકની મહેનત પછી રૂમની દીવાલ પર એસી બેસાડાઈ ગયું.
“મકબૂલભાઈ એક કામ કરજો!’’ પપ્પાએ મિકેનિકને કહ્યું, આ સીલિંગ ફેનને ઉતારીને બહાર મૂકી દેજો.’’
“ભલેને રહ્યો સાહેબ.’’ મકબૂલે કહ્યું,“એસી હોવા છતાં એની જરૂર પડતી જ હોય છે.’’
“જરૂરિયાતને મારો ગોળી યાર.’’ પપ્પાએ એને કહ્યું,“અને કાઢવા માટે તો મેં એસી વસાવ્યું છે.’’
“કેમ?’’
“આજના છોકરાંઓનો કોઈ ભરોસો નહિ,કોણ જાણે કઈ વાત પર…!’’ બોલતાં બોલતાં એમની નજર અને મારી નજર એક થઈ ગઈ. હમ્મ તો એ વાત હતી!!! આ સાંભળીને એકાએક
એમને જોઇને મારી આંખો છલકાઇ ગઈ.
“મારા જિગરનો કટકો છે તું .’’તરત મને ખેંચી લઈને આશ્લેષમાં લઈ લીધી અને એકદમ જાણે રડું રડું થઈ ગયા,“ચારે બાજુએથી આવતી ગરમ હવાઓએ અંદર સુધી દઝાડી મુકેલ છે, દીકરા. બંધ પડેલો પંખો મને બહુ બીવડાવવા માંડેલો.’’
હવે મકબૂલને એમને આગળ કશું પૂછવા જેવુ લાગ્યું નહિ.પોતાનો સામાન ભેગો કરીને વિદાય થઈ ગયો.
–0-સંપર્ક: 2,`શીલપ્રિય’, વિમલનગર સોસાયટી,નવાબજાર,કરજણ.391240. જિલ્લો.વડોદરા.
મોબાઇલ:9924567512।. E.Mail: navkar1947@gmail.com