जून 2026

भाषान्तरमोंघामुलो कचरो/મોંઘામુલો કચરો     Posted: March 1, 2021

महँगा कचरा- ઋતા શેખર ‘મધુ’

અનુવાદ – ડૉ. તૃપ્તિ જોશી (अनुवाद – डॉ. तृप्ति जोशी)

“દાદી, બધાં કહે છે, કે આપણે માણસોએ પર્યાવરણ ને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ મને તો એમ કંઈ નથી દેખાતું, શું તમને દેખાય છે?” રેસ્ટોરન્ટમાં બેઠેલાં દસ વર્ષનાં પિયૂષે બર્ગર ખાતાં – ખાતાં સવાલ કર્યો.

        “હા, ખરેખર દેખાય છે ને પિયૂષ, હું તો અત્યારે જ તને ગણાવી શકું છું, કે બર્ગર ખાતાં – ખાતાં આપણે કેટલું બધું નુકસાન કરી નાખ્યું.” દાદીએ થોડી ગંભીરતાથી કહ્યું.

      “અત્યારે જ આપણે નુકસાન કરી નાખ્યું, આ શું કહો છો દાદી ! અહીં બેસી ને જમી લીધું, એમાં નુકસાન શું?”  આંખોનાં પલકારા સાથે પિયૂષે કહ્યું.

      “જો દીકરા, બર્ગર ખાવાથી કોઈ નુકસાન નથી થયું, પરંતુ બર્ગર કાગળનાં મોટાં ખોખામાં મૂકી ને આપ્યું, જે સીધું જ થાળીમાં પણ પીરસી શકાતું હતું. આપણે જે ચમચી નો ઉપયોગ કરીએ છીએ, તે લાકડાંની છે અને સોસ પ્લાસ્ટિકના કવર ને તોડી ને આપણે લીધો. ડીસ્પોઝેબલ પ્યાલામાં આપણે કોફી પીધી. આપણે ખાધું – પીધું ઓછું અને કચરો વધારે ભેગો કર્યો . આ કચરો આપણે ક્યાંથી લઈને ભેગો કર્યો, એ કહે તો ?”  દાદી એ પિયૂષ સામે જોઈને પૂછ્યું.

        “દાદી આ ખોખા, પ્યાલા, ચમચી બધું તો વૃક્ષનાં અંગો માંથી જ બનાવેલ છે. મતલબ આપણે વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું.” માથાં પર હાથ રાખી પિયૂષ વિચાર મગ્ન સ્થિતિ માં બેસી ગયો.

   બધાં નાં બર્ગર પૂરાં થઈ ગયાં હતાં.

  “મમ્મી -પપ્પા, તમે લોકો ટિશુ પેપર મૂકી દો.” પિયૂષ એકદમ બોલી ઉઠ્યો.

    “કેમ બેટા, હાથ સાફ કરવા છે ને  …….” પપ્પા એ કહ્યું.

    “તો નળ માં હાથ ધોઈને રૂમાલથી સાફ કરી લો, ટિશુ નો ઉપયોગ કરીને આપણે ફરીથી વૃક્ષોને જ નુકસાન પહોંચાડીશું.” કહી ને પિયૂષ વોશ બેસિન  તરફ આગળ વધી ગયો.

-0-

 

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine