नवम्बर 2026

भाषान्तरछेदवाली बनियान / કાણાવાળું ગંજી     Posted: November 1, 2026

अनुवादकः डॉ. तृप्ति दवे जोशी/ અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી

           જ્યારે પણ કોઈ દરવાજો ખટખટાવતું, અમે ચારેય ભાઈ-બહેનમાંથી કોઈને કોઈ અંદર જઈને પિતાજીનું ખીંટી પર લગાવેલ શર્ટ લેવા દોડી જતાં. અમારી એટલી ઝડપ છતાં પણ મોટાભાગે પિતાજીના શર્ટ પહેરતાં પહેલાં જ મહેમાન રૂમમાં પ્રવેશી જ જતાં અને અડધા ડઝન કાણાવાળું પિતાજીનું ગંજી અમને શરમાવી દેતું.

           ખબર નહીં પિતાજીને તો ફાટેલું ગંજી, અંગૂઠો નીકળી ગયેલ મોજાં પહેરતાં શરમ જ નહોતી આવતી! જાણે કે એ જ એમનો મનપસંદ પોશાક હોય. પરંતુ અમને બધાને એટલીબધી શરમ આવતી કે ધરતી માર્ગ આપે તો અમે અંદર સમાઈ જઈએ.

          અમે ખૂબ ગરીબ હતા, એવું પણ નહોતું. પિતાજી પટાવાળા માંથી જુનિયર ક્લાર્ક બની ગયા હતા. મારા જન્મદિવસ પર મને મોંઘી સાડા છસો રૂપિયાની સાવ નવી સાઇકલ ખરીદી આપેલી. એવી સાયકલ અમારા પડોશમાં કોઈ પાસે ન હતી. મોટાભાઈ ને તો વર્ષના પાંચ હજાર રૂપિયા ફી ભરીને કલકત્તા થી ટ્રેનિંગ કરાવી હતી. પરંતુ માત્ર બાર રૂપિયાનું ગંજી ખરીદવામાં ખબર નહીં એમને શું તકલીફ પડતી હતી.

એટલું જ નહીં ઓફિસે પણ ચાલીને જ જાય, સંધાવેલા ચપ્પલ પહેરે…અરે..

           સાચું કહું તો અમે ભગવાનને ફરિયાદ કરતાં હતા કે શું અમારા માટે એક સ્ટાન્ડર્ડ પપ્પા નહોતા મળતા!

         ‘પપ્પા…. પપ્પા.’ દીકરીના અવાજથી અરીસા સામે શર્ટ પહેરતાં મારી તંદ્રા તૂટી.

       ‘ હ…. !’ મેં જવાબ આપ્યો.

       ‘પપ્પા! અમારો આખો ક્લાસ શૈક્ષણિક પ્રવાસમાં જઈ રહ્યો છે. હજાર રૂપિયા જમા કરાવવાના છે. પ્લીઝ..’ દીકરી એ મારો હાથ પકડીને કૂદકા મારતા કહ્યું.

          ‘હા ભલે’ મેં થોડું વિચારીને કહ્યું.

        ‘મારા પપ્પા બધાથી સારા છે.’કહેતાં તે ખુશ થતી ચાલી ગઈ.

  તેના ચહેરા પરની ખુશી જોઈ મને ખૂબ આનંદ આવ્યો.

મેં પર્સ જોયું. તેમાં બધા થઈને બારસો સાંઈઠ રૂપિયા હતા અને આજે  હજી 25 મી તારીખ થઈ હતી.

‘જોયું જશે, બાળકો માટે તો કમાઈ રહ્યો છું.’ મેં વિચાર્યું.

શર્ટના બટન બંધ કરતા મારી નજર અરીસા સામે પડી, મારા ગંજીમાં ત્રણ કાણા દેખાઈ રહ્યા હતા.

મેં વિચાર્યું. ‘હવે પછી આવતા વખતે લઈ લઈશ.’

લાગ્યું કે ફોટામાંથી પિતાજી ધીમું ધીમું હસી રહ્યા છે.

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine