सितम्बर 2026

भाषान्तरचोर/બે ચોર-રાધેશ્યામ ભારતીય     Posted: September 1, 2026

            अनुवादक- डॉ तृप्ति दवे जोशी અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી 

          પત્નીએ ઓરડામાં પ્રવેશતા જ કહ્યું ,- “સાંભળો છો કે,હું કેટલાય દિવસથી એક સ્ત્રી અને એક પુરુષને રોજ સાંજ પડતાં જ આપણા ઘરની સામેથી પસાર થતાં જોઉ છું……” “ એમાં શું મોટી વાત છે. દિવસ દરમ્યાન તો કેટલાય લોકો અહીંથી પસાર થતાં હશે…….” “તમે તો કોઈપણ વાતને ગંભીરતાથી લેતા જ નથી.તમને તો કંઈ પણ કહેવું જ ખોટું છે.” એટલું કહીને પત્ની પાછી જવા લાગી.ત્યારે જ પતિએ હાથપકડીને તેને પાસે બેસાડતા કહ્યું, “એટલી જલ્દી તું નારાજ થઈ જાય છે ને! સારું બોલ, શું કહેવા માંગે છે?”“ આજકાલ કોઈનો પણ ભરોસો થાય એમ છે! દિવસે મકાનની ફરતે જોઈ લે અને રાત્રે ચોરી કરી જાય છે.આમ પણ આખા શહેરમાં ક્યાંક ને ક્યાંક ચોરીઓ થયા જ કરે છે.”પત્નીએ ભયની આશંકા સાથે કહ્યું.“તને લાગે છે કે એ લોકો ચોર હશે?” “અરે એમ કંઈ કોઈની અંદર તો જઈને જોઈ નથી શકાતું ને.તમે જ વિચારો, તેઓ આપણાં ઘરથી થોડે જ આગળ સુધી જાય છે,પછી પાછા ફરી જાય છે. આ રીતે અહીં જ કેટલાય આંટા મારે છે.”“બની શકે કે તેઓ ફરવા માટે જ નીકળતાં હોય.”“ફરવા જ નીકળતાં હોય તો આપણાં ઘરથી આગળ પણ કેટલો પહોળો ને લાંબો રસ્તો છે, ત્યાં સુધી જઈ જ શકે છે.”
“સારું. જ્યારે સાંજે તેઓ અહીંથી નીકળશે ત્યારે હું વાત કરીશ.”સાંજે જેવાં તેઓ ફરવા આવ્યા, કે પતિએ તેમને ઊભા રાખીને પૂછ્યું,- “અરે વડિલ, શું તમે અહીં નવા રહેવા આવ્યા છો?”“હા, તમારાં ઘરની પાછળની શેરીમાં રહીએ છીએ.”“ સારું,તો ફરવા માટે નીકળ્યા છો?”“હા.”“તો એક વાત પૂછી શકું?”“હા,કેમ નહીં.”“જ્યારે તમે ફરવા જ નીકળો છો, તો અહીંથી આગળ દૂર સુધી રસ્તો જાય જ છે,તો તમે ત્યાં સુધી જઈ શકો છો.પરંતુ તમે તો અહીંથી જ કેમ પાછા ફરી જાવ છો?”“અરે ભાઈ,તેનું કારણ તમારું આ ઘર છે.”એટલું સાંભળતા જ પત્નીએ પતિ સામે જોયું, જાણે કહી રહી હોય કે, – “જોયું, હું કહેતી નહોતી કે, આ લોકોની નજર આપણાં ઘર પર જ છે.”“ એટલે ! હું સમજ્યો નહીં…….અમારા ઘર પર નજર.” પતિએ પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું.“અરે ભાઈ, તમે નસીબદાર છો. તમારાં આંગણામાં કેટલી સુંદર ફૂલોની વેલ છે.તેની સુગંધ આખી શેરીમાં પ્રસરી રહી છે…..હું તો જેવો નોકરી પર થી આવું છું,કે ટૂંક સમયમાં જ અહીં ખેંચાઈ આવું છું.મારી પત્ની પણ પ્રકૃતિ પ્રેમી છે.અમારું તો મન કરે છે કે અમે અહીંથી દૂર જ ન જઈએ.અહોહો! (મોગરા)ડોલરના ફૂલોની શું સુગંધ આવી રહી છે.ભાઈ અમે તો ચોર છીએ તમારા ફૂલોની સુગંધના……”“ અરે ભાઈ, અમને ક્ષમા કરજો.અમે તમને એમ જ ટોકી દીધા.તમે તો ખૂબ સારા માણસ છો.આવો, ચા પીવા અંદર આવોને.” અને પછી તેઓ કોઇ વાત પર હસતાં હસતાં અંદર ચાલ્યા ગયા.

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine